બાંગ્લાદેશના વેપારીઓને પાકિસ્તાનથી આયાતની ફરજ પડાય છેઃ રીપોર્ટ
બાંગ્લાદેશના વેપારીઓને પાકિસ્તાનથી આયાતની ફરજ પડાય છેઃ રીપોર્ટ
Blog Article
શેર હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશ ભારતની મિત્રતા છોડીને પાકિસ્તાન તરફ ઢળી રહ્યું છે. ભારતની ચિંતામાં વધારો કરી શકે તેવી હિલચાલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર અને દરિયાઈ સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે.કરાચીથી બીજું કાર્ગો જહાજ આ અઠવાડિયે ચટગાંવ બંદરે પહોંચ્યું હતું.
બાંગ્લાદેશના વચગાળાના નેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસ, ઇજિપ્તના કૈરોમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યાના એક દિવસ પછી આ આ ગતિવિધિ જોવા મળી હતી. બંને દેશોના વડાઓ સંબંધોને મજબૂત કરવા માટે સંમત થયાં હતાં.ઈકોનોમિક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે બાંગ્લાદેશમાં વેપારીઓને પાકિસ્તાનથી માલ આયાત કરવાની ફરજ પડી રહી છે. બાંગ્લાદેશના શિપિંગ મંત્રાલયના કેટલાક અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ શિપિંગ કરારની સમીક્ષા કરવાનું દબાણ કરી રહ્યાં છે. આ કરારને કારણે ભારતના જહાજો ચિત્તાગોંગ અને મોંગલા બંદરો સુધી સફર કરી શકે છે.